A platform that doctors and patients trust the most.
                             


Blog

Real-Life Experiences with Door Step Doctor's Home Healthcare Services

Story : 1

મને સવારથી જ સારું નહોતું લાગતું, પણ હશે હવે, એવું વિચારીને હું મારા ઘરના કામમાં લાગી રહી હતી. ઘરનું કામ પૂરું કરીને બપોરે સુઈ ગઈ. પણ સાંજે મારો 14 વર્ષનો દીકરો ટ્યુશનથી પાછો આવ્યો ત્યારે મને સુતેલી જોઈને એને નવાઈ લાગી. મે એને કીધું, બેટા મને બહુ તાવ આવ્યો છે, તારા પપ્પાને ફોન કર. લાગે છે કે મારે દવાખાને જવું પડશે. એણે મારા હસબન્ડને ફોન કર્યો. તેઓને આવતા લગભગ એક થી દોઢ કલાક થઈ જશે એવું જાણવા મળ્યું. મારા દીકરા એ તરત જ કીધું મમ્મી તું આરામ કર. એમ કહીને એ બહારના રૂમમાં ગયો. લગભગ 15 મિનીટ પછી એ ડોક્ટર સાથે મારા રૂમમાં આવ્યો. ડોક્ટરે મને તપાસીને ઈન્જેકશન આપ્યું અને 2 દિવસની દવા આપી આરામ કરવા કહ્યું.

ડોકટરના ગયા પછી મે મારા દીકરાને પૂછ્યું, બેટા ડોકટર આટલા જલદી કેવી રીતે આવી ગયા? તો તેણે મને કહ્યું કે એના મિત્રના ઘરે એના દાદાને રૂટિન ચેક-અપ માટે Door Step Doctor Pvt. Ltd. માંથી ડોક્ટર ઘરે આવે જ છે. પપ્પાને આવતા મોડુ થાય એવું હતું એટ્લે તરત જ મેં Door Step Doctor Pvt. Ltd. ની વેબસાઇટ પરથી આપણા જ એરિયાના ડોક્ટરને શોધી ફોન કરીને બોલાવી દીધા. એની આ વાત સાંભળીને હું મંત્રમુગ્ધ થઇ ગઈ. અને આજે મારો દીકરો મોટો થઈ ગયો એ જાણીને મારી આંખમાં હર્ષના આંસુ આવી ગયા.



Story : 2

ઘડિયાળમાં 11:30 થઈ ગયા હતા. મારી 10 વર્ષની દીકરીનો સ્કૂલે થી ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો હતો. હું ફટાફટ ઘરના કામ આટોપી રહી હતી. ત્યાં જ વાન આવી ગઈ. વાનમાંથી તેને ઉતારીને ગળે લગાડતા મને એનું શરીર સહેજ ગરમ લાગ્યું. મારી દીકરી જમીને, મેં સ્કૂલ માં શું-શું કર્યું એ કહેવાને બદલે ચુપચાપ ટીવી જોયા કરતી હતી. તેનું શરીર તપાસતા મને લાગ્યું કે એને ધીમે ધીમે તાવ ચઢે છે.

મેં જરા પણ સમય બગડ્યા વગર તરત જ મારા ફોનથી Door Step Doctor Pvt. Ltd. ની વેબસાઈટ ઓપન કરી, મારા એરીયાના ડોક્ટર સર્ચ કરીને ફોન કરીને બોલાવી લીધા. લગભગ 15 જ મિનિટ માં ડોક્ટર ઘરે આવીને મારી દીકરીને તપાસી ને દવા આપી દીધી. મેં એને દવા ખવડાવીને સુવાડી દીધી. સાંજે એના પપ્પા આવ્યા ત્યાં સુધીમાં તો એનો તાવ ઉતરી ગયો હતો, અને તે ફરી રમવા લાગી હતી.



Story : 3

મારા 80 વર્ષના પપ્પાના પગનું એક અઠવાડીયા પહેલા ઓપરેશન થયું હતું. આવતી કાલે સવારે ફરી હોસ્પિટલમાં બતાવવા માટે જવાનું હતું. એટલે સાંજે વહેલા પરવારીને અમે સૌ પોતાના રૂમમાં સુવા માટે ગયા. પપ્પાના ઓપરેશન પછી હું 7 દિવસથી એમની સાથે એમના રૂમમાં જ સૂતો હતો, જેથી એમને જરૂર પડે તો હું ત્યાં જ હોવું. લગભગ રાતે 1.30 વાગે એમને મને જગાડયો અને કીધું કે મને પગમાં બહુ જ સણકા મારે છે, સહન નથી થતું. અને રડવા લાગ્યા.

મેં તરત જ હોસ્પિટલમાં ફોન કર્યો, આખી રીંગ વાગીને બંધ થઈ ગઈ પણ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. એથી મેં તરત જ Door Step Doctor Pvt. Ltd. ની વેબસાઇટ પર જઈને રાતે કયા ડોક્ટર ઘરે આવી શકે છે તે તપાસતા મને 3 - 4 ડોક્ટર મળ્યા જેમના એક તો મારા ઘરથી માત્ર 3 જ કિલોમીટર દુર રહેતા હતા. મેં એમને ફોન કરીને મારા પપ્પા વિશે વાત કરી. તેમણે મને કીધું કે તેઓ લગભગ 20-25 મિનીટમાં પહોંચી જશે. મેં તરત જ એમને મારા ઘરનું લાઈવ લોકેશન મોકલી આપ્યું. હવે પપ્પાની રાત શાંતિથી નીકળી જશે એ જાણીને મને ધરપત થઈ. લગભગ એટલા જ સમયમાં ડોક્ટર મારા ઘરે આવી ગયા. તેમણે મારા પપ્પાને તપાસીને પેઈન કીલર આપી. જેથી થોડા જ સમયમાં પપ્પાના પગનો દુખાવો ઓછો થતાં તે આરામથી સુઈ ગયા. અને સવારે અમે શિડ્યુલ મુજબ હોસ્પિટલ પહોંચી ગયા.



Story : 4

વેકેશન શરૂ થઈ ગયું હતું. નાના બાળકો સવારથી જ સોસાયટીના ગાર્ડનમાં રમતા હતા. મારો 5 વર્ષનો દીકરો પણ ત્યાં જ રમતો હતો. હું રસોડામાંથી એના પર ધ્યાન રાખતા રાખતા મારૂ કામ કરી રહી હતી. અચાનક જ એ રમતા રમતા હીંચકા પર થી પડ્યો. હું તરત દોડીને ગાર્ડનમાં ગઈ. મેં જોયું કે એને હાથ પર વજન આવતા એનો હાથ થોડો સૂજી ગયો હતો. હું તરત જ એને ઊચકી ને ઘરે લઈ આવી. એ જોર જોર થી બૂમો પાડી ને રડી રહ્યો હતો. એને જોઈને હું પણ બહુ જ ગભરાઈ ગઈ. મેં તરત મારા હસબન્ડ ને ફોન કર્યો. અને કહ્યું એને એટલું દુઃખે છે કે એ એક જગ્યાએ બેસી પણ નથી રહેતો. આમાં હું એકલી એને activa પર બેસાડીને કેવી રીતે દવાખાને લઈ જાઉં. કઈ સમજ નથી પડતી. તમે જેટલા જલ્દી ઘરે આવી શકો તેટલા જલ્દીથી ઘરે આવી જાવ.

મારા હસબન્ડ એ કીધું કે ચિંતા ના કર હું હમણાં જ ડોક્ટર ઘરે મોકલી આપું છું. અને માત્ર 10 જ મીનીટમાં ડોક્ટર ઘરે આવે ગયા. તેઓ એ મારા દીકરા ને તપાસીને કહ્યું કે હલકી મચકોડ જ છે ગભરાવાની જરૂર નથી. તેમણે પાટો બાંધી આપ્યો અને દવા આપી દીધી. દવાની અસરને લીધે મારો દીકરો પણ રડતો બંધ થઇ ગયો. ત્યાંજ મારા હસબન્ડનો ફોન મારા ફોન ઉપર આવ્યો. મેં કહ્યું કે ડોક્ટર આવી ગયા છે. મારા હસબન્ડે ડોક્ટર સાથે વાત કરી. તો ડોકટરે કહ્યું કે તમારે દોડીને આવવાની કોઈ જરૂર નથી. અહીં બધું ok છે. સાંજે મારા હસબન્ડ ઘરે આવ્યા ત્યારે મેં તેમને પૂછ્યું કે તમે આટલી જલ્દીથી ડોક્ટરને ઘરે કેવી રીતે મોકલી આપ્યા? તો તેમણે મને Door Step Doctor Pvt. Ltd. ની વેબસાઇટ વિશે મને જણાવ્યું અને આવી વિકટ પરિસ્થિતિમાં ડોક્ટરને કેવી રીતે ઘરે બોલાવાય તે પણ શીખવાડ્યું.



Story : 5

દિવાળી આવવાની તૈયારી હતી. એટલે આજે ઘરની સાફસફાઇ કરવાનું નક્કી કર્યું હતું. મારા હસબન્ડ ઓફિસ ગયા અને બાળકો સ્કૂલે જતાં મેં સફાઈ કરવાનું શરૂ કર્યું. હું ટેબલ પર ચડીને પંખો લૂછી રહી હતી ત્યાં જ ટેબલ નો પાયો તૂટ્યો અને હું નીચે પટકાઈ. મારો પગ વળી જતાં સખત દુખાવો થયો. પીઠ માં પણ મૂઢ માર વાગ્યો હોય એવું લાગ્યું. 5 મિનીટ પછી થોડી કળ વળતાં મે નજીકના ક્લિનિક ઉપર જવાનું નક્કી કર્યું. પણ મારાથી ઉઠાયું જ નહીં. પગમાં પણ ખુબ જ દુઃખાવો થતો હતો. અને આમ પણ બપોરે 2:30 અમારી આજુ બાજુના બધા જ ક્લિનિક બંધ હોય છે. એટલે મેં તરત જ સમય વેડફ્યા વગર Door Step Doctor Pvt. Ltd. ની વેબસાઇટ પરથી ડોક્ટરને ફોન લગાવ્યો અને વાત કરી. ડોક્ટરે મને થોડી ડિટેલ્સ પૂછી અને કહ્યું કે તેઓ 15 મિનીટમાં પહોંચી જશે. મેં તેમને મારા ઘરનું લાઈવ લોકેશન મોકલી આપ્યું. ત્યારબાદ મેં મારા હસબન્ડને ફોન કર્યો અને કહ્યું કે હું પડી ગઈ છું અને ખાસ્સું વાગ્યું છે. એમને કહ્યું કે હું તરત જ ઓફિસથી નીકળુ છું. તું જરાક પણ ચિંતા નાં કરીશ. મેં તમને તરત જ રોકી ને કહ્યું કે મેં Door Step Doctor Pvt. Ltd. ની વેબસાઇટ પરથી ડોક્ટરને બોલાવી દીધા છે. તમે તમારા સમયે જ આવજો.

હજુ તો મારી વાત ચાલુ જ હતી ત્યાં તો ડોક્ટર આવી ગયા. તેમણે જોયું કે પગ થોડો સૂજી ગયો હતો. તેથી તેમણે દવા કરી મને પાટો બાંધી આપ્યો અને 3 દિવસની દવા આપી. અને સલાહ આપી કે જો શરીરમાં વધારે દુખાવો થાય કે પગમાં સોજો વધે તો તરત જ મને ફોન કરજો. ડોકટરે મારા હસબન્ડ જોડે પણ વાત કરી અને કહ્યું કે ખાસ્સો મૂઢ માર વાગ્યો છે પણ ક્યાંય ફ્રેકચર નથી એટલે ચિંતા જેવું નથી. બસ 2 દિવસ આરામ કરશે એટલે સારું થઇ જશે. તમારે અત્યારે દોડીને આવું પડે એવું વાગ્યું નથી. ડોક્ટર જોડે વાત કરીને મારા હસબન્ડને થોડી રાહત થઈ. અને તે પોતાનું ઓફિસનું કામ પતાવી ને તેમના સમયે ઘરે આવ્યા ત્યારે તો હું લગભગ સ્વસ્થ થઇ ગઈ હતી.



Story : 6

મારો 18 વર્ષનો દીકરો ગામથી દુર મોટા શહેરમાં હોસ્ટેલમાં રહી ને ભણે છે. આજે મેં એને બપોરે ફોન કર્યો તો જાણ્યું કે આજે એની તબિયત સારી ના હોવાના લીધે એ કોલેજ નથી ગયો. એક પિતા તરીકે ચિંતા થાય એ સ્વાભાવિક છે, મે કીધું કે જરૂર હોય તો હું આવી જાઉં? તો એને કીધું કે પપ્પા ચિંતા ના કરો મેં Door Step Doctor Pvt. Ltd. ની વેબસાઇટ પરથી ડોક્ટરને રૂમ ઉપર બોલાવી લીધા હતા. ડોક્ટરએ કહ્યું કે ગઈકાલે ખાવામાં કઈક આવી ગયું હશે. એટલે ફૂડ પોઈઝનીંગ થયું છે. જેને લીધે થોડો તાવ છે. એમણે મને દવા આપી દીધી છે. આખો દિવસ આજે આરામ કરીશ એટલે કાલથી રાબેતા મુજબ કોલેજ જઈશ.

મેં એને કહ્યું કે ચાલ સારું છે, કમ સે કમ મોટા શહેરોમાં તો આ બધી સુવિધાઓ આવી ગઈ. હવે ડોક્ટર ઘરે આવીને સારવાર આપે છે. તો એણે કહ્યું કે પપ્પા Door Step Doctor Pvt. Ltd. ની સુવિધાઓ ફક્ત મોટા શહેરોમાં જ છે એવું નથી. નાનામાં નાના ગામડા સુધી તેઓ આ સુવિધા આપે છે. એટલે મેં તરત જ પૂછ્યું કે શું આપણા ગામમાં પણ આ સુવિધા મળે. એટલે મારા દીકરાએ જવાબ આપ્યો હા ચોક્કસ મળે અને આપણા આજુ બાજુના ગામમાં પણ મળે. આ સાંભળીને મને ખુબ જ આનંદ થયો. હવેથી હું પણ જરૂર પડે ડોક્ટરને ઘરે જ બોલાવીશ.



Story : 7

મારી ટુરિંગ વાળી જોબ ના કારણે આજે હું શહેરની બહાર હતો. લગભગ સાંજે 7 વાગે મારી પત્નીનો ફોન આવ્યો કે પપ્પાને છાતીમાં થોડી ગભરામણ જેવુ લાગે છે અને બેચેની વધી ગઈ છે. એટલે મેં Door Step Doctor Pvt. Ltd. ની વેબસાઇટ પરથી ડોક્ટર બોલાવી લીધા છે. એ 10 મિનીટ માં આવે જ છે. લગભગ 20 મિનીટ પછી મારી પત્નીનો ફરી ફોન આવ્યો. આ વખતે એ થોડી ગભરાયેલી હતી. એણે કહ્યું કે ડોક્ટર કહે છે કે પપ્પાને માઈલ્ડ એટેક હોય એવું લાગે છે. એટલે મેં મારી પત્નીને કહ્યું કે ડોક્ટર અત્યારે ઘરે જ છે? મારી પત્ની કે કહ્યું કે હા. મેં મારી પત્નીના ફોનથી જ ડોક્ટર સાથે વાત કરી.

ડોકટરે કીધું કે દાદાને માઇલ્ડ એટેક જેવુ લાગે છે એટલે મેં એમને દવા આપીને 108 બોલાવી લીધી છે. અને અમે તેમને હોસ્પિટલ લઈ જઈએ છે. હું પણ એમની સાથે જ જવું છું. એટલે તમે ચિંતા ના કરશો. જ્યાં સુધી મારા પપ્પા હોસ્પિટલ પહોંચ્યા નહીં ત્યાં સુધી હું સતત ડોકટર સાથે સંપર્કમાં જ હતો. પપ્પા સાથે એક ડોક્ટર હાજર છે એ વાતથી મારા મનમાં થોડી રાહત હતી. પપ્પા ને Emergency માં હોસ્પિટલ પહોચાડી દીધા અને તેમની ટ્રીટમેંટ ચાલુ થઈ ગઈ ત્યાં સુધી ડોક્ટર તેમની સાથે રહ્યા. અને આ બાજુ હું પણ તરત જ ઘરે આવવા નીકળી ગયો.



Story : 8

મારા 65 વર્ષના મમ્મીને હમણાં જ હાથનું હાડકું તૂટતાં ઓપરેશન થયું હતું. ડોકટરે કહ્યું કે સતત 1 મહિના સુધી રોજ 1 કલાક હાથ ની કસરત કરાવવી પડશે. હું ચિંતામાં પડ્યો કે રોજ એક કલાક હું કેવી રીતે મમ્મી ને દવાખાને કસરત કરાવવા લઈ જઈશ. મારી જોબ એવી છે કે ઘરે આવવાનો કોઈ જ ટાઈમ નક્કી ના હોય. અને મારા પત્નીને વાહન ચલાવતા નથી આવડતું ! એટલે મેં મારા મિત્રને વાત કરી કે તારી પાસે સમય છે? તું મમ્મીને ડોક્ટર પાસે લઇ જઈશ. તો એણે કહ્યું કે 2 - 3 દિવસની વાત હોત તો હું સંભાળી લેત પણ એક આખો મહિનો મને નહીં ફાવે. તો હવે શું કરવું કઈ સમજાતું જ ન હતું. પછી અમે બંને એક વાત ઉપર સંમત થયા કે જો કોઈ ડોક્ટર ઘરે આવીને મમ્મીને હાથની કસરત કરાવે તો આખો પ્રોબ્લેમ જ સોલ્વ થઈ જાય. પણ પછી બીજો પ્રશ્ન એ આવ્યો કે આવા ડોકટરોને શોધવા ક્યાં?

અમારી આ વાતો અમારી નજીકમાં બેઠેલા એક ભાઈ સાંભળતા હતા. એમણે મને કહ્યું કે જો તમને વાંધો ના હોય તો હું એક વાત કહું? મેં કહ્યું હા બોલો. એમણે મને તરત જ Door Step Doctor Pvt. Ltd. ની વેબસાઈટ બતાવી અને કહ્યું કે આપણા એરિયામાં આટલા બધા ફિજીયોથેરાપીસ્ટ છે, જેઓ ઘરે આવી શકે છે, તમને જે યોગ્ય લાગે એમને ફોન કરીને વાત કરી લો. મેં એમાંથી મારા ઘરની નજીકના ફિજીયોથેરાપીસ્ટને ફોન લગાવ્યો અને એમની જોડે ડીટેલમાં વાત કરી. ડોકટર જોડે દરરોજ સાંજે 4-5 ઘરે આવીને મમ્મી ને હાથની કસરત કરાવવાનું નક્કી કરી દીધું.



Story : 9

મારા હસબન્ડની જોબ ના કારણે હું, મારા હસબન્ડ અને મારો 7 મહિનાનો દીકરો અમે અલગ શહેરમાં રહીએ છે. નાના બાળક ના લીધે કેટલાય દિવસથી ઊંઘ સરખી મળતી ન હતી. આજે સવારથી જ મારા શરીર ખૂબ જ કળતર લાગ્યા કરતું હતું અને તાવ જેવુ પણ લાગતું હતું. આજે સવારે જ મારા હસબન્ડ કહી ને ગયા હતા કે આજે એમને મોડુ થશે. બપોર પછી અચાનક જ મને તાવ વધવા લાગ્યો. ઘભરાઈને મેં મારા સાસુ ને ફોન કર્યો. એમને મને કીધું કે એ લોકો હમણાં જ અહી આવવા નીકળી જાય છે. પણ તેમણે આવતા 3 થી 4 કલાક તો થઈ જ જશે. મને રડવું આવી ગયું. મને રડતા જોઈ મારા પાડોશી મારી પાસે આવ્યા અને પૂછ્યું શું થયું? કેમ રડે છે? મેં એમને કહ્યું મને બહુ તાવ આવે છે. ચક્કર આવે છે. ઠંડી પણ લાગે છે. એ આજે કંપનીમાંથી બહાર ગયા છે એટલે મોડા આવવાના છે અને મારા સાસુ સસરાને આવતા 4 કલાક થઇ જશે તો મારા આ નાના દીકરાને કોણ સંભાળશે. તેમણે મને કહ્યું તું જરાપણ ચિંતા ના કર, હું હમણાં જ Door Step Doctor Pvt. Ltd. માંથી ડોક્ટરને ઘરે જ બોલાવી લઉં છું.

એમણે તરત જ Door Step Doctor Pvt. Ltd. ની વેબસાઈટ પર જઈને ડોક્ટરને બોલાવી લીધા. 15 મિનીટમાં તો ડોક્ટર આવી પણ ગયા. એમને મને તપાસીને ઈન્જેકશન આપ્યું અને દવા આપી. એમને મને કીધું કે દવાનું ઘેન રહેશે. મારા પાડોશીએ તરત જ મને કીધું તું શાંતિથી સુઈ જા. હું બાળકનું ધ્યાન રાખું છું. 3 - 4 કલાકના આરામ પછી મારો તાવ ઉતરતો હોય તેવું લાગ્યું. અને એટલી વારમાં મારા સાસુ – સસરા પણ ઘરે આવી ગયા.



Story : 10

અમે ત્રણે ભાઈઓ એક સાથે જ રહીએ છે અને ફૅમિલી બિઝનેસ સાંભળીએ છે. ગઈકાલે મારા પત્નીનો ઓફિસમાં ફોન આવ્યો કે પપ્પાને સારું નથી લાગતું, વોમિટ થાય છે. શરીરમાં દુખાવો થતો હોય એવું લાગે છે. અને શરીર પણ તપે છે. જો તમે લોકો ઘરે આવે જાવ તો સારું. મારી પત્નીનો ફોન આવતા અમે ત્રણેય ભાઈઓ તરત જ ઘરે આવ્યા. અને જોયું કે પપ્પાને દવાખાને લઈ જ જવા પડશે. મારા પપ્પાની ઉંમર 89 વર્ષની છે. અને તે લગભગ તેમના બેડમાં સુતા જ રહે છે. એટલે પપ્પાનું શરીર પણ ઘણું ખરું અક્કડ થઇ ગયું છે. એટલે અમે ત્રણેય ભાઈઓ અને અમારા 4 દીકરાઓએ બધી જ તરફથી પકડીને તેમને ઉભા કરવાનો પ્રયત્ન કર્યો. પણ પપ્પાને બેડ પર ઊભા કરતાં જ એમના મોઢામાંથી “ઓ બાપરે...” એવી ચીસ નીકળી ગઈ. અમે તેમને તરત જ પાછા સુવાડી દીધા.

મારા પપ્પાને ડોક્ટરની ખુબ જ જરૂર હતી. પણ એમનામાં દવાખાને જવાની તાકાત જ ના હતી. અને અમારામાં તેમને ઉભા કરવાની. હવે શું કરવું સમજાતું ન હતું. એવામાં મારી બાજુમાં જ રહેતા મારા એક મિત્રએ મને Door Step Doctor Pvt. Ltd. વિશે માહિતી આપી અને જણાવ્યુ કે આ ઘરે આવનાર ડોક્ટરોનું એક વિશાળ નેટવર્ક છે. અહીંથી તમે કોઇપણ ડોક્ટરને તમારા ઘરે બોલાવી શકશો. અને ડોક્ટર પણ તરત ઘરે જ આવી જશે. એટલે મેં તરત જ Door Step Doctor Pvt. Ltd. પરથી અમારી નજીકના ડોકટરનો સંપર્ક કર્યો અને તમામ પરિસ્થિતિ સમજાવી. ડોક્ટર પણ 20 મીનીટમાં જ આવી ગયા. આવીને તેમણે પપ્પાને તપસ્યા, જરૂરી દવાઓ આપી અને કહ્યું કે અડધી રાતે પણ જરૂર પડે તો મને ફોન કરજો હું આવી જઈશ.



Story : 11

મારા 76 વર્ષના મમ્મીને દર અઠવાડિયે એક ઈન્જેકશન લેવું પડે એમ હતું. જે દિવસે મમ્મીને લઈને દવાખાને જવાનું હોય તે દિવસે હું ઓફિસ 2-3 કલાક મોડો પહોંચતો હતો. ઘણીવાર તો દવાખાને લાંબી લઈને હોય તો મારે હાફ ડે લેવો પડતો હતો. મને એ વખતે જ થતું હતું કે ડોક્ટર ઘરે આવીને ઈન્જેકશન આપી જાય તો સારું. મેં ડોક્ટરને વાત કરી અને ઘરે આવવાનો વીઝીટીંગ ચાર્જ પણ આપવાની વાત કરી. પણ માત્ર ઈન્જેકશન આપવા માટે તેઓ પોતાનું ક્લિનિક છોડીને આવી શકે તેમ ન હતા. તેમના રેફરન્સથી એક – બે વખત અલગ અલગ ડોક્ટર આવ્યા પણ ખરા. પણ એ વખતે ડોક્ટર એમના પોતાને જ્યારે ટાઇમ મળે ત્યારે આવે. અને કોઈવાર એમના પેશન્ટ વધારે હોય તો ના પણ આવે. એટલે મમ્મીને ખુબ જ હેરાન થવું પડતું હતું.

એટલે પછી મેં ગુગલનો સહારો લીધો ગુગલ ઉપર Doctor For Home Visit શોધતા Door Step Doctor Pvt. Ltd. ની વેબસાઇટ મળી. અને એમાં તો જાણે મને ખજાનો જ મળી ગયો હોય તેવું લાગ્યું. અહીં Door Step Doctor Pvt. Ltd. ની વેબસાઈટ ઉપર મારા જ એરિયાના 5 થી 6 ડોક્ટર હતા. ત્યાંથી જ મેં એક ડોક્ટરનો સંપર્ક કર્યો. ડોક્ટર મારા મમ્મીને ફાવે એ સમયે દર અઠવાડિયે ઘરે આવીને ઈન્જેકશન આપવા માટે તૈયાર થઈ ગયા. હવે એક જ ડોક્ટર કાયમ દર અઠવાડિયે આવીને મમ્મીને ઈન્જેકશન આપી જશે અને 3 મહીને એકવાર ફુલ બોડી-ચેક અપ પણ કરી જશે એ વાતથી જ મારી મમ્મીની તબિયતની ચિંતા કાયમ માટે દૂર થઈ ગઈ.



Story : 12

એક મહિના પહેલા ઓફિસથી પાછા ફરતા એક ભારે વાહને મારા બાઈકને પાછળથી જોર થી ટક્કર મારી. હું રોડ પર 50 મીટર સુધી ઘસડાયો અને બેભાન થઈ ગયો. મને ખૂબ જ ગંભીર ઇજાઓ થઈ હતી. હું જીવતો હતો એ જ ભગવાનનો ઉપકાર હતો. મને 108 માં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. બીજા જ દિવસે મારા થાપામાં મલ્ટિપલ ફેકચર હોવાથી સળિયા નાખીને ઓપરેશન કરવામાં આવ્યું. 2 દિવસ ICU માં અને 5 દિવસ જનરલ રૂમમાં રાખીને મને રજા આપવામાં આવી. ડોક્ટરની સલાહ મુજબ મારે 1 મહિનો સતત આરામ, અમુક સમયના અંતરે ડ્રેસિંગ અને ફિજીયોથેરપિસ્ટની દેખરેખ હેઠળ કસરત પણ કરવાની હતી. પણ મારામાં મારા બેડરૂમની બહાર જવાની પણ હિંમત ન હતી, એવામાં હું વારે - વારે હોસ્પિટલ કેવી રીતે જઈશ એ વાતથી જ મને ટેન્શન થતું હતું.

મારા એક સંબધી મારી ખબર જોવા આવ્યા ત્યારે એમણે મને કહ્યું કે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારે આ હાલતમાં ક્યાંય જવાની જરૂર નથી. Door Step Doctor Pvt. Ltd. ની વેબસાઇટ પરથી તને ઘરે બેઠા કસરત કરાવી જાય એવા અનુભવી ફિજીયોથેરપિસ્ટ તથા ડ્રેસિંગ માટે અનુભવી ડોક્ટર મળી જશે. અને ખરેખર થયું પણ એવું જ. મેં Door Step Doctor Pvt. Ltd. ની વેબસાઈટ ઉપરથી ફિજીયોથેરપિસ્ટને ઘરે બોલાવી મારી ફાઈલ બતાવી અને મારા ડોક્ટર સાથે ફોન પર વાત કરાવી દીધી. તેઓ એ મને ખૂબ જ સરસ 1 મહિના સુધી કસરત કરાવી. અને સાથે મને ડ્રેસિંગ માટે પણ સરસ ડોક્ટર મળી ગયા. આજે લગભગ 20 દિવસ થઇ ગયા છે અને મારી તબિયત લગભગ 80% સુધારા પર છે.



Story : 13

મારા પપ્પા ની ઉંમર 79 વર્ષ છે. આમ તો એ સ્વસ્થ છે, ઘરમાં હરી ફરી શકે છે. પણ ઘરની બહાર બહુ જઈ શકતા નથી. 2 દિવસથી તેઓ બરાબર જમતા ન હતા. એમને પૂછ્યું તો કહે કે પેટમાં મઝા નથી. આજે બપોરથી એમને અચાનક ઝાડા-ઉલ્ટી શરૂ થઈ ગઈ. અને એના કારણે ખૂબ જ અશક્તિ થઈ ગયા. મારા દીકરાએ એકવાર મને મોબાઈલમાં બતાવ્યુ હતું કે Door Step Doctor Pvt. Ltd. ની વેબસાઇટ પરથી આપણે દાદા માટે જરૂર પડે તો ડોક્ટર ઘરે બોલાવી શકીએ છે. જેથી દાદાને તકલીફ ના પડે.

મેં તરત જ Door Step Doctor Pvt. Ltd. ની વેબસાઈટ પર જઈને ડોક્ટરને ફોન કરીને મારા પપ્પાની પરિસ્થિતી સમજાવી. ડોક્ટર મારા ઘરથી નજીક જ હોવાથી લગભગ 10 જ મિનિટમાં જ ઘરે આવી ગયા. તેમણે તપાસીને કહ્યું કે ગરમીના કારણે પપ્પાને આ તકલીફ થઈ છે. ડોકટરે પપ્પાને એક ગ્લુકોઝની બોટલ ચઢાવી અને દવાઓ આપી અને કહ્યું કે ત્રણ કલાકમાં બોટલ પૂરો થઇ જશે એટલે હું ફરી આવીને તપાસી જઈશ. અને જો દાદાની તબિયત વધુ બગડે કે બોટલને લીધે જો હાથમાં સોજો આવે તો મને તરત ફોન કરજો. હું 15 મીનીટમાં જ આવી જઈશ.



Story : 14

મારી ઉંમર 48 વર્ષ છે. હમણાં જ હું એક જીવલેણ રોગમાથી બહાર આવી છું. એક મહિના પહેલા મારૂ ઓપરેશન થયું. ઓપરેશન પછી મારે લગભગ રોજ જ ડ્રેસિંગ ની જરૂર હતી. જે હોસ્પિટલમાં મારૂ ઓપરેશન થયું ત્યાંથી મારૂ ઘર લગભગ 30 km દૂર હતું. જેથી મેં ડોક્ટર ને પૂછ્યું કે સાહેબ મારે ડ્રેસિંગ માટે રોજ અહી હોસ્પિટલ આવવું પડશે? તમે કોઈ ડોક્ટર ને ઘરે ના મોકલી શકો? તેમણે મને કહ્યું કે ડ્રેસિંગ તો રોજ કરવું જ પડશે. અને હોસ્પિટલમાંથી તો કોઈ ઘરે નહીં આવી શકે. પણ તમારા ઘરની નજીકમાં કોઈ ડોક્ટર હોય જે ડ્રેસિંગ કરી આપતા હોય તો તેમને ફાઇલ બતાવીને મારી સાથે વાત કરવી લેજો.

મને Door Step Doctor Pvt. Ltd. વિષે ખ્યાલ હતો. જેથી મેં તરત જ વેબસાઈટ પર જઈને એક ડોક્ટરનો સંપર્ક કર્યો. ડોક્ટર ઘરે આવ્યા. એમને મેં ફાઇલ બતાવીને મારા ડોક્ટર સાથે વાત કરવી દીધી. ત્યાર પછી સતત 1 મહિના સુધી રેગ્યુલર મારા ઘરે જ મારૂ ડ્રેસિંગ થયું. જેનાથી મારે આવી પરિસ્થિતિમાં ઘરની બહાર જવાની જરૂર ના પડી અને મને પૂરતો આરામ પણ મળ્યો.



Story : 15

અમે નિસંતાન દંપતી છીએ. મારી ઉંમર 72 વર્ષ અને મારી પત્ની ની ઉંમર 71 વર્ષ છે. ભગવાનની કૃપાથી આ ઉંમરે પણ અમે બંને શારીરિક રીતે સ્વસ્થ છે. અને તબિયતની કાળજી રાખીએ છે કારણકે આ ઉંમરે કોઈ એક પણ બીમાર પડે તો બંને હેરાન થાય. જેથી હું દર 6 મહિને Door Step Doctor Pvt. Ltd. માંથી ડોક્ટર ઘરે બોલાવીને અમારા બંનેનું ફુલ બોડી ચેક-અપ કરાવી લઉં છું.

જેથી કોઈ પણ નાની - મોટી તકલીફ ઊભી થાય તો તરત જ એનો ઈલાજ થઈ જાય. અને ક્યારેક કોઈ નાની તકલીફ થાય જેમકે તાવ આવે કે શરીરમાં કળતર થાય તો પણ Door Step Doctor Pvt. Ltd. માંથી ઘરે જ ડોક્ટર બોલાવી લઉં છું. જેથી આ ઉંમરે ખોટી દોડાદોડી ના કરવી પડે અને ઘરે બેઠા જ સારવાર પણ થઈ જાય.



Story : 16

આજે સવારે ઉઠતાની સાથે જ તાવ હોય એવું લાગ્યું એટ્લે ઓફિસ જવાનું માંડી વાળ્યું. કામ હતું એટ્લે 2 કલાક ઘરેથી કામ કરવું પડ્યું. પણ આ 2 કલાક પછી તો ઠંડી ચઢીને તાવ આવ્યો. માથું સખત દુખવા લાગ્યું. તબિયત વધારે બગડી. એવું લાગ્યું કે મારાથી ઊભુ પણ નહીં થવાય. મારી પત્ની તરત જ મને દવાખાને લઈ જવા તૈયાર થઈ ગઈ. મે એને કહ્યું કે મારાથી ગાડી ડ્રાઇવ નહીં થાય, તો એને કહ્યું હું activa પર લઈ જાઉ. મેં ના પાડી કેમકે મારામાં એટલી હિંમત જ ન હતી. મને ખુબ જ ચક્કર આવતા હતા. એટ્લે એ મારા પાડોશમાં તપાસ કરવા ગઈ કે કોઈ હોય તો કાર માં લઈ જાય. પણ લગભગ 11 વાગી ગયા હતા એટ્લે બધા જ નોકરી પર નીકળી ગયા હતા.

પાડોશમાં રહેતા બહેન મારા પત્ની સાથે ઘરે આવ્યા. એમણે કહ્યું કે ચિંતા ના કરો. હું ઘરે જ ડોક્ટર બોલાવી લઉં છું. એમણે તરત જ Door Step Doctor Pvt. Ltd. ની વેબસાઇટ પરથી અમારા ઘરની નજીકના ડોક્ટરને ફોન જોડ્યો. મેં ડોક્ટર સાથે વાત કરી. એમણે કહ્યું કે એ 15 મિનિટમાં જ આવી જશે. ડોક્ટર ઘરે આવી ગયા. મને ઈન્જેકશન આપ્યું અને દવા આપી. દવાને લીધે ઘેન ચડતાં હું લગભગ 5-6 કલાક સૂઈ ગયો. ઉઠ્યો ત્યારે મારો તાવ લગભગ ઉતરી ગયો હતો અને મારી તબિયત સુધારા પર હતી.